ઇસરોએ RISAT-2BR1 સેટેલાઇટ લોન્ચ કર્યો...અમેરીકાએ પણ હવે ભારત આગળ ઝુકવું પડશે.


ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ RISAT-2BR1 રડાર ઇમેજીંગ અર્થ ઓબ્સર્વેશન સેટેલાઇટ લોન્ચ કર્યો 

રીસેટ-2BR1 ભારતીય આર્મી માટે ખુબ જ મહત્વનો સેટેલાઇટ છે.

શ્રી હરીકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરોએ ગુરુવારના રોજ તા.૧૧-૧૨-૨૦૧૯ ના રોજ ભારતીય ઉપગ્રહ રીસેટ-2BR1 ઉપરાંત અન્ય ચાર દેશો જાપાન, અમેરીકા, ઇઝરાયલ, ઇટાલીના પણ ૯ જેટલા ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કર્યા.

આ ઉપગ્રહોને લોન્ચ કરવા માટે PSLV- C48 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો.

ભારત હવે RISAT-2BR1 રડાર ઇમેજીંગ અર્થ ઓબ્સર્વેશન સેટેલાઇટની મદદથી બાલાકોટ જેવી કોઇ એર સ્ટ્રાઇક કરે તો તેની એકદમ સ્પષ્ટ તસવીરો લઇ શકશે.

ISRO RISAT-2BR1 રડાર ઇમેજીંગ અર્થ ઓબ્સર્વેશન સેટેલાઇટની મદદથી ગાઢ અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લઇ શકશે.

RISAT-2BR1 રડાર ઇમેજીંગ અર્થ ઓબ્સર્વેશન સેટેલાઇટના PSLV- C48 રોકેટને લોન્ચિગ પેડ-2 પરથી લોન્ચ કરવામાં આવ્યું.

ઇસરોના જણાવ્યા અનુંસાર આ RISAT-2BR1 સેટેલાઇટ એ રડાર ઇમેજીંગ અર્થ ઓબ્સર્વેશન સેટેલાઇટ છે.

તેમા એક્સબેન્ડ સિન્થેટિક અપર્ચર રડાર છે જે ૫ વર્ષ સુધી સરહદી વિસ્તારમાં આતંકી ગતિવિધિ અને ઘુસણખોરી પર નજર રાખશે.

તે અંતરીક્ષમાં રહિ ભારતની રદાર ઇમેજિંગ ક્ષમતા અનેકગણી વધારી દેશે.

હાલમાં જ ઇસરોએ કાર્ટોસેટ-3 સેટેલાઇટ પણ લોન્ચ કર્યો હતો.

કાર્ટોસેટ-3 સેટેલાઇટનો કેમેરો અત્યાર સુધી અંતરિક્ષમાં મોકલાયેલા કોઇપણ કેમેરાની તુલનામાં સૌથી શક્તિશાળી કેમેરો છે.

જોકે કાર્ટોસેટ-3 સેટેલાઇટનો કેમેરો અંધારાની સ્થિતિમાં તસવીર લઇ શકશે નહિ જ્યારે RISAT-2BR1 સેટેલાઇટમાં લગાડેલો રડાર કેમેરો વાદળ અને અંધારામાં પણ હાઇરિસોલ્યુશન તસવીર લઇ શકશે.

Post a Comment

0 Comments